વડોદરાના આજવા રોડ પરથી વાહન ચોર ઝડપાયો, બે મહિનામાં ચોરેલા ચાર ટુ-વ્હીલર કબજે
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે આજવારોડ વિસ્તારમાંથી એક વાહન ચોરને ઝડપી પાડતા તેની પાસેથી ચાર ટુ-વ્હીલર મળી આવ્યા હતા.
આજવા રોડ વિસ્તારમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક સ્કૂટર સવાર યુવકને રોકી સ્કૂટરના કાગળો બાબતે પૂછપરછ કરતા તેની પાસે કાગળ મળી આવ્યા ન હતા.
પોલીસે વધુ તપાસ કરતા આ સ્કૂટર થોડા સમય પહેલા ચોરાયું હોવાની વિગતો ખુલી હતી. જેથી વધુ પૂછપરછ કરતા રાકેશ જયંતીભાઈ વસાવા (સયાજીપુરા ગામ આજવા રોડ મૂળ રહે. ભાડોલ ગામ, તાલુકો વાઘોડિયા, વડોદરા)એ સિગ્મા કોલેજ, આજવા રોડ તેમજ વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી બે મહિનામાં ચાર ટુ-વ્હીલર ચોર્યા હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે ચારેય વાહનો કબજે કરી વાહન ચોરને જુદા જુદા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરી છે.