Gujarat
21 વાહનોની ચોરીઓમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી ચોરીની બાઈક સાથે પકડાયો
By GS TEAM
19 Sep 20251 min read
વડોદરા શહેર પોલીસે અઠંઘ વાહન ચોરને ફરી એકવાર ઝડપી પાડતાં તેની પાસે મળેલી મોટરસાયકલ ચારેક દિવસ પહેલાં ચોરી હોવાની વિગતો ખુલી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેર પોલીસે અઠંઘ વાહન ચોરને ફરી એકવાર ઝડપી પાડતાં તેની પાસે મળેલી મોટરસાયકલ ચારેક દિવસ પહેલાં ચોરી હોવાની વિગતો ખુલી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Bike Theft : વડોદરા શહેર પોલીસે અઠંગ વાહન ચોરને ફરી એકવાર ઝડપી પાડતાં તેની પાસે મળેલી મોટરસાયકલ ચારેક દિવસ પહેલાં ચોરી હોવાની વિગતો ખુલી હતી.
યાકુતપુરાથી અજબડી મિલ જવાના રસ્તે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટર સાયકલ ઉપર જતા ખાલીદ યુસુફભાઈ ગાઝિયાવાલા (નગારચી મહોલ્લો,સૈયદપુરા,નાગરવાડા) ને ઝડપી પાડી મોટરસાયકલ ના પેપર્સ માંગતા તેની પાસેથી મળી આવ્યા ન હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન આ મોટરસાયકલ ચારેક દિવસ પહેલા તેણે સયાજી હોસ્પિટલ ના ઓર્થોપેડિક વિભાગ નજીકથી ચોરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ એ ખાલીદ અગાઉ પણ 21 જેટલા વાહનોની ચોરીના બનાવમાં સંડોવાયેલો હતો.