વડોદરામાંથી 15 દિવસમાં 6 ટુવ્હીલરની ચોરી કરનાર વાહનચોર પકડાયો
વડોદરાઃ શહેરમાં ટુવ્હીલરની ચોરી કરનાર વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેની પાસેથી છ વાહન મળી આવ્યા છે.
અજબડીમીલ પાછળ ઠેકરનાથ સ્મશાન નજીકથી પોલીસે સ્કૂટર પર જતા નિકુંજ મહેશભાઇ પારેખ(શર્મા)(આનંદ નગર, કારેલીબાગ)ને અટકાવી સ્કૂટરના કાગળો માંગતા તેની પાસે મળ્યા નહતા.પૂછપરછ દરમિયાન તેણે સ્કૂટર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન નિકુંજે ૧૫ દિવસમાં કારેલીબાગ,હરણી,બાપોદ જેવા વિસ્તારોમાંથી ચોરી કરેલા કુલ છ ટુવ્હીલર કબજે કર્યા હતા.આરોપી અગાઉ પણ કારેલીબાગમાં બે વાહનચોરીના ગુનામાં પકડાયો હતો.