Get The App

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું 1 - image


Jamnagar Police Traffic Drive : જામનગરમાં ગઈકાલે રવિવારે સાંજે ગુલાબ નગર પોલીસ ચોકીની પોલીસ ટીમ દ્વારા અનેક ફોરવ્હીલ વાહનોને રોકીને સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ડાર્ક ફિલ્મવાળી કારને રોકીને દૂર કરાઈ હતી, ઉપરાંત સીટબેલ્ટ સહિતના કુલ 19 કેસ કરાયા હતા, અને તેઓ પાસેથી રૂપિયા 7,800 નો દંડ વસુલાયો હતો.

 ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી.રાજ અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે સાંજે સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આરટીઓના નિયમ ભંગ કરીને કેટલાક વાહન ચાલકો પોતાના વાહનમાં ડાર્ક લગાવીને ફરે છે, તે અંગે ચેકિંગ હાથ ધરી સંખ્યાબંધ વાહનોમાંથી સ્થળ પરજ ડાર્ક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 આ ઉપરાંત સીટબેલ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ટ્રાફિક નિયમન ભંગના કુલ 19 કેસ કરવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા 7,800 નો હાજર દંડ વસૂલ કરી લેવામાં આવ્યો હતો.

Tags :