Get The App

જામનગરમાં શાકભાજીનો વેપારી મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : મુખ્ય બુકીનું નામ ખુલ્યું

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં શાકભાજીનો વેપારી મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : મુખ્ય બુકીનું નામ ખુલ્યું 1 - image


Jamnagar : જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસેથી શાક બકાલાના એક વેપારીને પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડી પાડ્યો છે, જયારે તેની પૂછપરછમાં મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.

 જામનગર નજીક ઠેબા ચોકડી પાસે રહેતો અને શાકભાજીનો વેપાર કરતો લાલજીભાઈ બાબુભાઈ કછેટીયા નામનો શાકભાજીનો વેપારી કે જે પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી પર આઈપીએલની ક્રિકેટ મેચમાં રનફેરનો જુગાર રમી રહ્યો હોવાની બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને તેને રંગે હાથ ઝડપી લીધો હતો. 

તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 11,000 ની માલમતા કબજે કરી લીધી છે, જ્યારે તેની સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન પોતે જામનગરના મહેબુબ નામના મુખ્ય બુકી પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Tags :