Get The App

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો અમલ કરાશે

- નવા શૈક્ષણિક વર્ષથી નવો ચીલો ચીતરાશે

- ATKT આવી હોય કે નપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ તરત જ પરીક્ષા આપી શકશે

Updated: Nov 20th, 2018

GS TEAM

Google News
Google News
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિનો અમલ કરાશે 1 - image

સુરત, તા. 20 નવેમ્બર 2018 મંગળવાર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી એક નવો ચીલો પાડવામાં આવી રહ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી ઓન-ડિમાન્ડ પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવામાં આવી રહી છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને અધ્યાપકો ભાર ઓછો થશે. 

પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદ યુનિવર્સિટી ખાતે તમામ ફેકલ્ટીના એક બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય મુદ્દો પરીક્ષાને લઇને હતો જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભાર ઓછો કરવા માટે ઓન ડિમાન્ડમાં એકઝામ બાબતે ચર્ચા થઇ હતી. આ એક એવી પદ્ધતિ છે કે જે વિદ્યાર્થીઓને એટીકેટી આવી હોય કે નપાસ થયા હોય તેઓ તરત જ પરીક્ષા આપી શકશે. એમાં સમગ્ર સંચાલન યુનિવર્સિટી દ્વારા જ કરાશે. યુનિવર્સિટી જ વિદ્યાર્થીઓના ફોર્મ ભરશે અને પરીક્ષા પર લેશે અને પરિણામ પણ જાહેર કરશે.

આ પદ્ધતિનો અમલ હાલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયો છે અને નર્મદ યુનિવર્સિટીમાં પણ કરવા માટે આજે બેઠક મળી હતી. આ પદ્ધતિ અમલમાં આવતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં અને તરત જ પરીક્ષા આપીને પાસ થતા નવા શૈક્ષણિક વર્ષમાં દાખલ થશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને એટીકેટી આવી હોય તે વિદ્યાર્થીઓ છેલ્લે સુધી આપવા માટે જે હોય છે ટેન્શન પણ દૂર થશે.

Tags :