વાવનાં ધારાસભ્ય ગેની બેન ઠાકોર કોરોના પોઝિટિવ, હોમ ક્વોરેન્ટાઈન થયા
શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યો, જ્યારે ભરતસિંહ માટે આગામી 24 કલાક મહત્વના
ગાંધીનગર, 7 જુલાઇ 2020 મંગળવાર
ગુજરાતનાં એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (geniben thakor) પણ કોરોનામા સપડાયા છે.
ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે.
તો બીજી તરફ, 80 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યા છે. પરંતુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ની તબિયત આજે પણ નાજુક છે. ભરતસિંહને પ્લાઝ્મા થેરાપીના બે ડોઝ અપાયા છે.
જોકે, પ્લાઝ્મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી તેવું તબીબોએ જણાવ્યું. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે.
22 જૂને ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભરતસિંહ સોલંકી અસ્થમાના પણ દર્દી છે, તેથી તેઓનું ઓક્સિજન લેવલ વારંવાર વધારવું પડી રહ્યું છે.