Get The App

વરસાણા : બે વર્ષની બાળકીને પીંખી નાખનાર 'નરાધમ'ને આજીવન કેદ

Updated: Feb 21st, 2025

GS TEAM


Google News
Google News
વરસાણા : બે વર્ષની બાળકીને પીંખી નાખનાર 'નરાધમ'ને આજીવન કેદ 1 - image


એકને આકરી સજા ફટકારી, બીજાને નિર્દોષ છોડાયો

બે વર્ષની બાળકીને ટ્રક નીચે લઈ જઈ  દૂષ્કર્મ આચરનાર રાજસ્થાનના ખલાસીને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા 

ગાંધીધામ: અંજાર તાલુકાનાં વરસાણા ગામ નજીક આવેલી ખાનગી કંપની પાસેની ઝૂપડપટ્ટી માથી રાત્રે ૨ વશ્મ્ન બાળકી બહાર નીકળી ગઈ હતી. આ દરમિયાન ટ્રકમાં ખલાસી તરીકે આવેલા બે નરાધામોએ તેણે પકડી લઈ ટ્રક નીચે લઈ જય તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીની બહેન જોઈ જતાં આરોપીઓને ઝડપી લઈ પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. ૬ વર્ષ પહેલા બનેલા આ બનાવમાં કોર્ટે બે પૈકીનાં એક આરોપીની આજીવન કેદ ફટકારતો ધાક બેસાડતો હુકમ આપ્યો હતો. 

છ વર્ષ પહેલા અંજાર તાલુકાનાં વરસાણા ગામે આવેલ ઈસ્પાત કંપનીનાં વાહન પાકગ પાસે આવેલી ઝુપડપટ્ટી માંથી રાત્રીનાં આશરે ૧૧ વાગ્યાના આસપાસ બે વર્ષની બાળકી તેમની માતા સાથે પોતાના ઝુપડામાં ખાટલા પર સુતી હતી અને માતાને નિંદર આવી જતા બાળકી કોઈપણ સમયે ઝુપડામાંથી બહાર ચાલી જતા બાળકીને એકલી જોઈ આરોપીઓ સબલુકુમાર ચૌહાણ તથા ભરત ગામેતી (રહે. બન્ને રાજસ્થાન) કે જે કંપનીમાં ટ્રેલરના ખલાશી તરીકે આવેલા હતા. જેઓ પાકગ માં ઉભેલા ટ્રેલર નીચે લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દરમ્યાન બાળકીનાં કાકાની ૧૩ વર્ષની દિકરી આ આરોપીઓને જોઈ જતા આરોપીઓ બાળકીને ટ્રેલર નીચે ફેંકી દઈ ટ્રેલર પર ચડી ગયા હતા અને એવામાં બાળકીનાં માતા તથા કંપનીના સિક્યુરિટી વાળા આવી જતા આરોપીઓને ટ્રેલર નીચેથી ઉતારી અને અંજાર પોલીસને સોપ્યા હતા અને બાદમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ કેસમાં અંજારનાં બીજા અધિક સ્પેશિયલ (પોકસો) જજ કમલેશ કે. શુકલની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી ૩૧ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવા રજુ કર્યા હતા અને બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કેસની હકીકતો તથા સંજોગોને ધ્યાને લઈ તથા ફરિયાદ પક્ષની દલીલો તેમજ મુળ ફરિયાદી તરફે હાજર થયેલ વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભરત ગામેતીને તકસીરવાર ઠેરવી પોકસો એકટની કલમ - ૪, તળે ૨૦ વર્ષ સાદી કેદ સજા તથા પંદર હજારનો દંડ તેમજ કલમ-૬ તળે આજીવન સખત કેદની સજા તથા પાંત્રીસ હજારનો દંડ ફટકાર્યો હતો અને પીડીતને ચાર લાખ વળતર તરીકે ચુકવવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી એવા સબલુકુમાર ચૌહાણનો નાર્કો ટેસ્ટ પણ કરવવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ કોઈ યોગ્ય પુરાવા પણ ન મળ્યા હોવાથી સબલુકુમારને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષકુમાર પંડયા તથા મુળ ફરિયાદી તરફે  અંજારના વકીલ પ્રભુલાલ હડીયાએ હાજર રહી દલીલો કરી હતી.

પંચો ફરી ગયા તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવા હુકમ 

સામાન્ય રીતે મોટા બનાવમાં પોલીસ સરકારી પંચો રાખતા હોય છે પરંતુ પોલીસે મોટી ભૂલ કરી અને ખાનગી પંચો રાખ્યા હતા. આ કેસ સાથે જોડાયેલા વકીલ પ્રભુલાલભાઈએ જણાવ્યુ હતું કે, ૧૦ જેટલા પંચો હતા જે ફરી ગયા અને અમને કઈ ખબર નથી તેવું કહી દેતા આ બાબતને કોર્ટે ગંભીરતાથી લીધી હતી અને સંભવતઃ કચ્છમાં પ્રથમ વખત પંચો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પણ હુકમ કર્યો હતો. આ સાથે આ કેસમાં કુલ ૩ જેટલા આઈ.ઓ. બદલ્યા છે. આરોપીઓને કંપનીના સિક્યુરિટી દ્વારા રાત્રે ઝડપી લીધા હતા છતાં પોલીસ છેક સવારે પહોંચી હતી. વળી તપસ કરી રહેલા આઈ.ઓ.માં કોમ્યુનિકેશન ગેપ પણ દેખાઈ રહ્યો હતો. જેથી કોર્ટે આ બાબતે પણ નોંધ લઈ તપાસ કરનાર બે અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.


Tags :