Get The App

પ્રતિબંધિત ચાઇનીસ દોરી વેચતા વરાછાનો વેપારી ઝડપાયો

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
પ્રતિબંધિત ચાઇનીસ દોરી વેચતા વરાછાનો વેપારી ઝડપાયો 1 - image


- ઉધના દરવાજા ખાતે બાઇક પર બેસી વેચી રહ્યો હતો, પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

જીવલેણ પુરવાર થઇ રહેલી ચાઇનીસ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતા રીંગરોડ-ઉધના દરવાજા ખાતે બાઇક પર ચાઇનીસ દોરી વેચવા બેસેલા વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારથી પતંગ રસિયાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ રાહદારીઓ અને વાહન ચાલકો તથા પક્ષીઓ માટે જીવલેણ ગણાતી ચાઇનીસ દોરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધ હોવા છતા ઉધના દરવાજા ખાતે બાઇક પર બેસી ચાઇનીસ દોરી વેચવા બેસેલા વેપારી મયુર છનાભાઇ ભલગામા (ઉ.વ. 23 રહે. 70 રામરાજ્ય સોસાયટી, ગાયત્રી સોસાયટી નજીક, એલ.એચ. રોડ, વરાછા) ને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીસ દોરીની 6 ફીરકી કબ્જે લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.