Gujarat

વાપી : પારડીના ચીવલમાં થયેલા વિચિત્ર અકસ્માતમાં બે યુવાનના મોત

By GS Team
5 Mar 20242 mins read
This article was originally published on 5 Mar 2024
વાપી : પારડીના ચીવલમાં થયેલા વિચિત્ર અકસ્માતમાં બે યુવાનના મોત

- પિકઅપ ટેમ્પાએ મોપેડ અને બાઇકને અડફટે લીધા બાદ પલ્ટી ખાધી : મહિલા સહિત ત્રણને ઇજા

વાપી,તા.05 માર્ચ 2024,મંગળવાર

પારડીના ચીવલ ગામની સીમમાં ગઇકાલે સોમવારે રાત્રે પિકઅપ ટેમ્પાએ એક્ટિવા મોપેડ અને બાઇકને અડફટે લીધા બાદ પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં મોપેડ ચાલક સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે બાઇક ચાલક અને બે મહિલાને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પિકઅપ ચાલક અકસ્માત બાદ ભાગી ગયો હતો.

પ્રાપ્ત અને પોલીસ પાસેથી મળતિ વિગત મુજબ પારડીના ચીવલ ગામની સીમમાં ગઇકાલે સોમવારે રાત્રે પિકઅપ ટેમ્પા (નં.જીજે-15-એટી-4782) ના ચાલકે એક્ટિવા મોપેડ (નં.જીજે-15-ડીએચ-8680) ને અડફટે લીધા બાદ સ્પ્લેન્ડર બાઇક (નં.જીજે-15-બીએમ-1061) ને ટક્કર મારી ટેમ્પો પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. 

અકસ્માત બાદ પિકઅપ ટેમ્પા ચાલક વાહન મુકી ભાગી ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. આ બનાવમાં એક્ટિવા પર સવાર પ્રદીપ સુરેશભાઇ પટેલ (ઉ.વ.36) અને હિતેશ શંકરભાઈ પટેલ (ઉ.વ.38) (બન્ને રહે. નાના વાઘછીપા-છીત્રા પારડી) ને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયા હતા. 

જ્યારે પિકઅપ ટેમ્પામાં સવાર બે મહિલા અને બાઇક ચાલકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ ચાલક પિકઅપ મુકી ભાગી ગયો હતો. પોલીસે ચાલક કાંતિ રમણભાઇ રોહિત (રહે.બાબરખડક,કપરાડા) સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. બન્ને મૃતક સોમવારે રાત્રે ઘરેથી નાનાપોઢા જવા નિકળ્યા તે વેળા રસ્તામાં કામ ભરખી જતા પરિવારમાં માતમ છવાય ગયો હતો.