Get The App

વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં પુત્રીની હત્યા કરનાર જનેતાને આજીવન કેદની સજા, પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે કર્યો હતો આપઘાતનો પ્રયાસ 1 - image


Vapi News : વાપીના લવાછા ગામે વર્ષ 2022માં સગી જનેતાએ ત્રણ વર્ષીય માસૂમ પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી હત્યા કર્યાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી માતાને આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો હતો. માતાએ ગુસ્સામાં આવી પુત્રીની હત્યા કરી પોતે ફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી.

કેસની વિગત એવી છે કે, વાપીના લવાછા ગામે બાપુ નગરમાં રાજીવકુમાર શિવધારી પાલ પરિવાર સાથે રહે છે. ગત 9 જાન્યુઆરી 2022ના રોજ રાજીવ પાલ ઘરે જ હતો. બપોરના સમયે રાજીવ પાલ બીજા રૂમમાં સૂતો હતો. તે દરમિયાન તેની પુત્રી લક્ષ્મીએ તેના પિતાને જણાવ્યું હતું હતું કે મમ્મી નાનીબેન ક્રિષ્ણા સાથે રૂમમાં ગઇ છે અને અંદરથી દરવાજો બંધ કરી દીધો છે. 

રાજીવ દોડીને રૂમમાં ગયો તો પત્ની માયા લટકતી હાલતમાં મળી આવી હતી અને તાત્કાલિક જ ટુપો કાપી નાખ્યો હતો. જયારે 3 વર્ષીય પુત્રી ખાટલા પર બેભાન હાલતમાં મળી આવી હતી.

બંને માતા-પુત્રીને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના તબીબે ત્રણ વર્ષીય ક્રિષ્ણાને મૃત જાહેર કરી હતી. પોલીસે બાળકીની હત્યા અને આપઘાતના પ્રયાસ અંગે ગુનો દાખલ કર્યો હતો. પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં માયાએ ગુસ્સામાં આવી પુત્રીને ક્રિષ્ણાને ઉદર મારવાની દવા પીવડાવી દીધી અને મને માફ કરજો એવો ઉલ્લેખ કર્યો હતો. 

પોલીસે આરોપી માતાની ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ સંદર્ભે વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પુરાવા સાથે દલીલો કરી હતી. જજ એચ.એન. વકીલે આરોપી માતા માયા પાલને આજીવન કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે.

આરોપીના પતિ સુનાવણી દરમિયાન નિવેદનથી ફરી ગયો હતો

વાપીના લવાછામાં ત્રણ વર્ષીય પુત્રીની હત્યાના કેસમાં આરોપીના પતિ અને મૃતક બાળકીના પિતા રાજીવ પાલે પોલીસમાં ફરિયાદ કરી હતી. કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ફરિયાદી એવા રાજીવ પાલ પોલીસમાં કરેલી ફરિયાદ અને કોર્ટ સમક્ષ કરેલી જુબાનીમાં ફરી (હોસ્ટાઈલ) ગયો હતો. જો કે જજે કેસની ગંભીરતા અને પુરાવાને લઈ આરોપી માતાને દોષી ઠેરવી હતી.

Tags :