Gujarat

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી

By GS TEAM
2 Jun 20262 mins read
TukuTouch Logo
વાપીમાં રહેતા એક યુવકના મિત્રએ જ તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલાં જ્યારે યુવક રૂમ પરથી કોઈ વસ્તુ લેવા માટે બહાર ગયો હતો, તે સમયે હવસખોર મિત્રએ યુવકની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ મામલે હવસખોર આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી
પ્રતીકાત્મક તસવીર

Vapi Crime News: વાપીમાં રહેતા એક યુવકના મિત્રએ જ તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલાં જ્યારે યુવક રૂમ પરથી કોઈ વસ્તુ લેવા માટે બહાર ગયો હતો, તે સમયે હવસખોર મિત્રએ યુવકની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આ મામલે હવસખોર આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે.

કામવાસનામાં અંધ બન્યો મિત્ર, આશરો આપ્યો તેના જ ઘરમાં આબરૂ લૂટી

પ્રાપ્ત માહિતી મુજબ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી એક ચાલીમાં એક પરપ્રાંતીય પરિવાર રહે છે. આ પરિવારના યુવક સાથે તેનો મિત્ર રાકેશ બદરીપ્રસાદ ગૌતમ (ઉંમર વર્ષ 39) પણ રહેતો હતો. યુવકે માનવતા અને મિત્રતાના નાતે આ મિત્રને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. ગત તારીખ 31 મે 2026ના રોજ યુવક નજીકમાં આવેલી એક દુકાને કોઈ સામાન લેવા માટે ગયો હતો. તે સમયે રૂમમાં તેની પત્ની કામિની (નામ બદલ્યું છે) હાજર હતી. આ તકનો લાભ ઉઠાવી કામવાસનામાં અંધ બનેલા રાકેશ ગૌતમે રૂમનો દરવાજો બંધ કરી કામિની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: VIDEO: સુરતના બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 7ના કરૂણ મોત, એક બસ આગનો ગોળો બની

આરોપી મિત્રની ધરપકડ

આ ઘટના બાદ કામિની તરત જ રૂમની બહાર નીકળી પતિ પાસે પહોંચી હતી અને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા. જે મિત્રને ઘરમાં આશરો આપ્યો, તેણે જ પત્નીની આબરૂ લૂંટતા લોકોએ તેના પર ફિટકાર વરસાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડુંગરા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી રાકેશ ગૌતમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.