Get The App

પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી 1 - image

Vapi Fire : પારડીના મોતીવાડા ગામની સીમમાં આવેલી કંપનીમાં આજે ગુરૂવારે સવારે અચાનક આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા જ કર્મચારીઓ બહાર નિકળી જતા બચાવ થયો હતો.

 પ્રાપ્ત માહિતિ અનુસાર પારડીના મોતીવાડા ગામે સેનેટરી પેડ બનાવતી આકાર પ્રા.લિ. નામક કંપની આવેલી છે. આજે ગુરૂવારે સવારે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર નિકળી જતા બચાવ થયો હતો. જો કે આગ વધુ આક્રમક બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.

 પારડીના મોતીવાડાની કંપનીમાં આગ લાગતા અફરાતફરી : લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી 2 - image

ઘટનાની જાણ થતા પારડી, વાપી નોટિફાઇડ સહિતના વિસ્તારના પાંચથી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હાલ બહાર આવ્યું નથી. એફએસએલના રિપોર્ટ બાદ કારણ બહાર આવી શકશે.