"તેરા તુજકો અર્પણ" અંતર્ગત રૂ.51.77 લાખનો મુદ્દામાલ વડોદરા પોલીસ દ્વારા મુળ માલીકોને પરત સોંપાયો
Vadodara Police : ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલાભવન ખાતે ઝોન 2માં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશન તરફથી લોન મેળો તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જેમાં રૂ.51.77 લાખનો મુદ્દામાલ મુળ માલીકને પરત સોંપાયો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન-02માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનોના પીઆઇ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ બેંકના મેનેજર દ્વારા સરકારની નાણાકીય યોજનાઓની માહીતી લોકો સુધી પહોંચાડી હતી. ઝોન-02 વિસ્તારના રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા તથા જે.પી.રોડ પોલીસ સ્ટેશનો દ્વારા ચોરી તથા ગુમ થયેલ ઘરેણાં, વાહનો, સાઇબર ફ્રોડ રકમ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.51,77,131નો મુદ્દામાલ મૂળ માલીકને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2 અભય સોની તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવીઝન એ.વી.કાટકડના હસ્તે પરત સોંપવામાં આવ્યા હતા. મુદ્દામાલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.