Gujarat

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે વાપી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ ઈસમ કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો (પાસપોર્ટ કે વિઝા) વિના ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશીને વસવાટ કરી રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ SOGની સફળતા: વાપીમાંથી ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યો

Valsad News: વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે વાપી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ ઈસમ કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો (પાસપોર્ટ કે વિઝા) વિના ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશીને વસવાટ કરી રહ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમ ઝડપાયો

SOGની ટીમ વાપી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી ત્યારે તે ગેરમાર્ગે દોરનારા જવાબો આપી રહ્યો હતો, જેના કારણે પોલીસને તેની પર શંકા થઈ હતી. સઘન પૂછપરછ અને તપાસના અંતે આરોપીએ આખરે પોતાનું સાચું નામ મહંમદ ફારૂક હુસૈન મીયા (ઉંમર 40 વર્ષ) હોવાનું કબૂલ્યું હતું.

બાંગ્લાદેશી નાગરિકતાની પુષ્ટિ

આરોપીએ કબૂલ્યું હતું કે તે મૂળ બાંગ્લાદેશના બ્રાહમનબારીયા વિસ્તારનો રહેવાસી છે. પોલીસે પકડાયેલા ઈસમ પાસેથી બાંગ્લાદેશ સરકારનું નેશનલ આઈડી કાર્ડ જપ્ત કર્યું હતું, જેના પરથી તેની બાંગ્લાદેશી નાગરિક તરીકેની ઓળખની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. સ્પષ્ટ થયું હતું કે મહંમદ ફારૂક હુસૈન મીયા ભારતમાં કોઈપણ કાયદેસર દસ્તાવેજ વિના ગેરકાયદે રીતે રહેતો હતો.

વલસાડ SOGની ટીમે વિદેશી નાગરિકોને લગતા કાયદા હેઠળ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે તેને તેના વતન દેશનિકાલ (Deport) કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.