Get The App

નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્રયાસ

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
નશાની હાલતમાં અર્ધનગ્ન થઈને ટ્રાન્સજેન્ડરે વલસાડ પોલીસ પરિસરમાં કરી ધમાલ, લોકઅપમાં કર્યો આપઘાતનો પ્રયાસ 1 - image


Valsad news: વલસાડમાં એક ટ્રાન્સજેન્ડરે પોલીસ સ્ટેશન પરિસરમાં અસભ્ય વર્તન કરી ભારે ધમાલ મચાવી હતી. આરોપીએ નશાની હાલતમાં અશ્લીલ દેખાડા પણ કર્યા હતા પોલીસે લોકઅપમાં પુરી દેતા ત્યાં આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. 

પોલીસ સ્ટેશન માથે લીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરમાં 27 વર્ષીય ઝોયા ઉર્ફે ઝુબેર મંજુરઅલી શેખ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પરિસરમાં પહોંચ્યો હતો. જ્યાં એક વ્યક્તિ સાથે ગાળા ગાળા કરી બબાલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપી દરમિયાન આરોપી દારૂના નશામાં હોવાનું માલુમ પડ્યું હતું. પરિસરમાં બે લોકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ સ્ટાફ બહાર દોડી આવ્યો હતો અને બેકાબૂ બનેલા ઝોયા ઉર્ફે ઝુબેર મંજુરઅલી શેખની અટક કરી હતી. 

અર્ધનગ્ન હાલતમાં અણછાજતું વર્તન

પણ ટ્રાન્સજેન્ડર આરોપીએ મહિલા પોલીસકર્મીઓ અને મહિલા અરજદારોની હાજરીમાં બીભત્સ વર્તન કર્યું હતું. અને જાહેરમાં કપડાં ઉતારી અર્ધનગ્ન હાલતમાં અણછાજતું વર્તન કર્યું હતું. આટલેથી ન અટકતા પોલીસની કામગીરીમાં વિધ્ન ઊભું કરી આરોપી પોલીસ સ્ટેશન બહાર નાસી છૂટયો હતો અને ત્યાં રસ્તા વચ્ચે અર્ધનગ્ન હાલતમાં સૂઈ જઈને વાહનવ્યવહારક ઠપ્પ કરી દીધો હતો.

આ પણ વાંચો: VIDEO VIRAL: પૂજા દરમિયાન ફેમસ એક્ટ્રેસ અચાનક ધૂણવા લાગી! આસપાસના લોકોએ સંભાળી

લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બાદમાં પોલીસે બળપૂર્વક કામ લઈ આરોપીને તાબામાં કર્યો હતો અને લોકઅપમાં પૂરી દીધો હતો. જ્યાં તેને પોતાના કપડાં કાઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસ કર્મચારીઓએ સતર્ક રહી તેને બચાવી લીધો હતો. પોલીસે તપાસ કરતાં આરોપી પાસે  દારૂનો નશો કરવાની પરમિટ મળી આવી ન હતી જેથી હાલ પોલીસે વિવિધ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023, પ્રોહિબિશન એક્ટ, ગુજરાત પોલીસ અધિનિયમ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.