વાલિયા હત્યાકેસ: ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ ફેંકી દીધી, 5 વર્ષ પહેલાં થયા હતા લગ્ન
Valia murder case : અંકલેશ્વરના વાલિયા તાલુકામાં કોંઢ ગામથી સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી શુક્રવારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા લાશ લોહીલુહાણ હાલત મળી આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરી કલાકોમાં જ હત્યાનો ગુનો ઉકેલાઇ ગયો છે. હત્યારો બીજો કોઇ નહી પરંતુ તેનો પતિ પોતે જ હતો. આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યા હતા અને પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે.
પોલીસના જણાવ્યા અનુસાર કોંઢ ગામથી સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી મહિલા પર તિક્ષ્ણ હથિયાર હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વાલિયા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હત્યારાએ તિક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા કર્યા હતા. આ ઉપરાંત તેણીનું ગળું પણ કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ પણ વાંચો: 10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!
પોલીસે ટીમ બનાવી સઘન તપાસ કરતાં મૃતક મહિલા અંકલેશ્વર GIDC વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘરે જઇને તપાસ કરતાં ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળ્યો હતો. તે ઝઘડીયા નજીક ઉછાલી પાસે પેટ્રોલ પંપ ધરાવે છે. તેને મૃતક મહિલા વિશે પૂછપરછ કરતાં તેની પત્ની રૂચિ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રાજેન્દ્ર કડક પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને હત્યાનો ગુનો સ્વીકાર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે હું મારી પત્નીના રોજના કંકાશથી કંટાળી ગયો હતો. 9 જુલાઇએ રાત્રે માતાજીની પૂજા કરવાની કરતાલ વડે ગળાના ભાગે હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી કોંઢ ગામના નાળા નીચે ફેંકી દઇ ઘરે આવી હતો. પોલીસે મૃતક મહિલાના પતિની અટકાયત કરી હત્યામાં ઉપયોગ કરાયેલા હથિયારની તપાસ કરી રહી છે.