સુરતના રત્નકલાકારની દીકરી વૈભવી મકવાણા સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે બાજી મારી
સુરત, તા. 11 મે
રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 120 માંથી 120 ગુણ મેળવી સુરતના રત્ન કલાકાર પિતાની દીકરી વૈભવી મકવાણાએ આખા ગુજરાતમાં બાજી મારી છે.
વરાછા વિસ્તારની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈભવી મકવાણા ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવી પ્રથમ ક્રમે આવી છે. વૈશાલીના પિતા રત્નકલાકાર છે અને ડાયમંડ પોલીશ કરવાનું કામ કરે છે. મૂળ વતન જૂનાગઢ છોડીને વર્ષોથી સુરત રોજગારી માટે આવી અહીં જ સ્થાયી થયા છે. દીકરીનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવવાને કારણે તેઓ ખૂબ જ આનંદમાં જોવા મળ્યા હતા.
વૈશાલીએ કહ્યું કે, છેલ્લા સમય દરમિયાન મેં ખુબ જ મેહનત કરી હતી. મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડતી હતી અને તેનું પરિણામ મને આજે મળ્યું છે. હવે આગળ હું JEEની તૈયારી કરીશ.