Gujarat

વડોદરાની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાની 28 વર્ષીય વિભૂતિ વાસદિયાને બાળપણથી હાથ ધ્રુજતા અને બોલવામાં મુશ્કેલી રહેતી. સામાન્ય વાતચીત, લખાણ કે દૈનિક કાર્યો માટે પણ ઘણી તકલીફ પડતી. યોગમાં જોડાયા બાદ શરીર અને વાણીમાં મોટો ફેરફાર નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

Vadodara : વડોદરાની 28 વર્ષીય વિભૂતિ વાસદિયાને બાળપણથી હાથ ધ્રુજતા અને બોલવામાં મુશ્કેલી રહેતી. સામાન્ય વાતચીત, લખાણ કે દૈનિક કાર્યો માટે પણ ઘણી તકલીફ પડતી. યોગમાં જોડાયા બાદ શરીર અને વાણીમાં મોટો ફેરફાર નોંધાયો છે. વિભૂતિ યોગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરવા માટે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે.

વડોદરાની 28 વર્ષીય વિભૂતિ વાસદિયાના બાળપણથી હાથ ધ્રુજતા અને બોલવામાં મુશ્કેલી રહેતી હતી. સામાન્ય વાતચીત, લખાણ કે દૈનિક કાર્યક્લાપો માટે પણ તેમને ઘણી વખત અન્ય પર આધાર રાખવો પડતો હતો. પણ જયારે તેઓ છ વર્ષ પહેલાં યોગ વર્ગોમાં જોડાયા, ત્યારબાદ દુનિયાનો સામનો કરવાનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. વિભૂતિનું કહેવું છે કે, મારા હાથ હવે વધારે સ્થિર બન્યા છે. લખવામાં, ચિત્ર બનાવવામાં કે કોઈપણ દૈનિક કાર્યમાં મને સરળતા અનુભવાય છે. મારી વાણીમાં પણ મોટો ફેર આવ્યો છે. હવે હું લોકો સાથે વધુ આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરી શકું છું. યોગના નિયમિત અભ્યાસે માત્ર શરીર નહીં, પણ મનમાં પણ શાંતિ અને સમતુલા પેદા કરી છે.