બોક્સિંગ ટુર્નામેન્ટમાં વડોદરાના વંશીલ પટેલે સિલ્વર મેડલ જીત્યો
વડોદરાના સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી વંશીલ હિમાંશુ પટેલે ગુજરાત રાજ્ય સબ-જુનિયર બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ તેની પ્રથમ સ્પર્ધા હતી, જેમાં તેણે મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી છે.
વડોદરાના સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી વંશીલ હિમાંશુ પટેલે ગુજરાત રાજ્ય સબ-જુનિયર બોક્સિંગ ટુર્નામેન્ટમાં ૭૦+ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ તેની પ્રથમ સ્પર્ધા હતી, જેમાં તેણે મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતો વંશીલ છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતા સાથે એમએમએ શીખી રહ્યો છે. વંશીલ પટેલ તેના પિતા સાથે તાલીમ લઈ રહ્યો છે, અને તેમને પણ વંશીલ ને ખૂબ સારું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વંશીલે તેના ટ્રેનર ઈશિકા ઠીટે અને બોક્સિંગ ટ્રેનર રજનીશ સરનો આભાર માન્યો હતો.