Gujarat

વડોદરાના દશરથમાં SMCએ દારૂના ગોડાઉનમાંથી 2.69 કરોડનો જથ્થો પકડતા છાણી PI સસ્પેન્ડ

By GS TEAM
18 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા 2.69 કરોડના દારૂના કેસ બાબતે છાણીના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના દશરથમાં SMCએ દારૂના ગોડાઉનમાંથી 2.69 કરોડનો જથ્થો પકડતા છાણી PI સસ્પેન્ડ

Vadodara : વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા 2.69 કરોડના દારૂના કેસ બાબતે છાણીના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દશરથમાં બિશ્નોય ગેંગના સૂત્રધાર રાજારામે એક મહિના પહેલા ગોડાઉન ભાડે રાખી છાણી પોલીસને ભાડા કરાર અંગેની જાણ પણ કરી હતી. આ ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. 

પોલીસે બિશ્નોઇ ગેંગના ચાર ખેપિયા ને ઝડપી પાડ્યા હતા. જ્યારે કન્ટેનર અને 2.44 લાખ કરોડનો દારૂ મળી કુલ 2.69 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂના સપ્લાયર, રીસીવર, ડ્રાઇવર ક્લીનર અને કન્ટેનરના માલિક સહિત પાંચ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ પ્રકરણમાં પોલીસ કમિશનરે ગંભીર નોંધ લઇ છાણીના પીઆઇ અમિત ગઢવીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. તેમના સ્થાને ટ્રાફિકના પીઆઇએ પરમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે.