આતંકી દુર્ઘટનાના વિરોધમાં વડોદરાના મંગળ બજાર, મુનશી ખાંચો, પદ્માવતી શોપિંગ સેન્ટર સજ્જડ બંધ
Vadodara : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સર્જાયેલી આતંકી દુર્ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મંગળ બજાર, પદ્માવતી અને મુનશી ખાચાના વેપારીઓએ આજે જડબે સલાક બંધ પાળ્યો હતો. જોકે આમેય સોમવારે તમામ વિસ્તારોના મોટાભાગના વેપારીઓ પોતપોતાના ધન વેપાર ધંધા બંધ રાખતા હોય છે.
કાશ્મીરના પહેલગામની દુર્ઘટનામાં નિર્દોષ પર્યટકોની હત્યા આતંકીઓએ કરી હતી. સમગ્ર દેશમાં આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે શહેરના મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર મુનશી ખાંચો, ચાર દરવાજા વિસ્તારના લારી ગલ્લા એસોસિએશન દ્વારા પણ સ્વૈચ્છિક રીતે પોતપોતાના વેપાર ધંધા બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્વારા ચાપ તો બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરાઈ છે જોકે પોલીસ તંત્ર પાસે આ તમામ વિસ્તારો બંધ રહેવા બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ વેપારીઓ બંધ પાડવાના છે તેવી વાત વહેતી થતા તકેદારીના ભાગરૂપે બંદોબસ્તની યોજના ઘડાઈ હોવાનું નકારી શકાતું નથી.