વડોદરાની ક્રિએટીવ ગર્લ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત હેત્વી ખીમસુરિયાએ રાજ્ય કક્ષાના સ્પે. ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હેત્વીએ ૧૬ વર્ષથી નીચેની કેટેગરીમાં ભાલા ફેક સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ જીત્યો છે.હેત્વી વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ૭૫ ટકા દિવ્યાંગતા હોવા છતાં પોતાના જુસ્સા, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પબળના આધારે તેમણે રમતગમત ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૪માં તેને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જેના કારણે તે દિવ્યાંગ બાળકો માટે પ્રેરણારૂપ બની છે.


