Gujarat

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી

By GS TEAM
31 May 20261 min read
TukuTouch Logo
આંધ્ર પ્રદેશ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવરલિફ્ટિંગ ઈન્ડિયાના નેજા હેઠળ આયોજિત 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક (પુરુષ અને મહિલા) પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની ખેલાડી અસ્મા તાહેરાલી ઝાબુઆવાલાએ ઉત્તમ દેખાવ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી
Asma Zabuawala National Powerlifting Gold Medal: આંધ્ર પ્રદેશ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવરલિફ્ટિંગ ઈન્ડિયાના નેજા હેઠળ આયોજિત 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક (પુરુષ અને મહિલા) પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની ખેલાડી અસ્મા તાહેરાલી ઝાબુઆવાલાએ ઉત્તમ દેખાવ કર્યો છે.

અસ્માએ ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા

ગત 15થી 20 મે દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય અધિકારીઓ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી અસ્માએ ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સાથે જ ચાર સુવર્ણ ચંદ્રકો જીતીને સિદ્ધિ હાંસલ કરી છે.

એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી અસ્મા ગુજરાતની એકમાત્ર ખેલાડી બની છે. અસ્માએ કુલ 390 કિલોગ્રામ, 1675 કિલોગ્રામ વજન ઉપાડવાના તેમજ બેન્ચ પ્રેસ કેટેગરીમાં 80 કિલોગ્રામ વજન ઉપાડવાના રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યા છે. આ ઉપરાંત અસ્માએ સ્ક્વોટ ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન એમ ચારેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.