Get The App

વડોદરાના યુવકે કોર્ટના વોશરૂમમાં ઝેરી દવા ગટગટાવી, પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના યુવકે કોર્ટના વોશરૂમમાં ઝેરી દવા ગટગટાવી, પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ 1 - image


Botad News : બે દિવસ અગાઉ સુરતના યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. ત્યારબાદ હવે વડોદરાના યુવકે બોટાદ કોર્ટના વોશરૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના જયમીનભાઈ અશોકભાઈ ચૌહાણ નામના યુવકે પત્નીના ત્રાસથી કંટાળી જતાં આ પગલું ભર્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરણપોષણ અને કલમ 498 સહિતના કેસની મુદ્દત માટે બોટાદ કોર્ટમાં આવેલા વડોદરાના યુવકે કોર્ટના વોશ રૂમમાં ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરી હતી. જયમીન અશોકભાઈ ચૌહાણ નામના યુવકની પત્ની ગોપીબેન વારંવાર હેરાન-પરેશાન કરી ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

યુવકને લાગી આવતા તેણે કોર્ટના વોશ રૂમમાં જઈને ઝેરી દવા પી લેતા તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવક બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈ બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 

Tags :