Get The App

અગાઉના લગ્નની વાત છુપાવીને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
અગાઉના લગ્નની વાત છુપાવીને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા 1 - image


Vadodara : વડોદરામાં રહેતી મૂળ આણંદની 34 વર્ષની મહિલા બ્યુટી પાર્લર ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ડિસેમ્બર 2024 માં તમારે બહેનપણી સાથે દર્શન કરવા માટે ગઈ હતી. તે વખતે ટ્રેનમાં મારે ઓળખાણ આકાશ માળી સાથે થઈ હતી. ત્યારબાદ અવારનવાર અમારી વચ્ચે વાત છે તને મુલાકાત થતી હતી. હું કુંવારો છું અને તારી સાથે લગ્ન કરીશ તેમ કહીને મને વિશ્વાસ અપાવી આકાશે અક્ષર કોમ્પ્લેક્સમાં મળવાનું કહી મારી સાથે સંબંધો બાંધ્યા હતા. તારીખ 3-1-25 અંજવાળુ ખોડીયાર નગર ખાતે આવેલા નવજીવન મંદિરમાં મહેમાનોની હાજરીમાં સાથે લગ્ન થયા હતા. 

દરમિયાન જ્યોતિ માળી નામની મહિલાએ મને ફોન કરીને કહ્યું કે આકાશ મારો પતિ છે અને મારી સાથે બોલાચાલી કરી હતી. આ બાબતે આકાશને પૂછતાં તેને જણાવ્યું કે મારા લગ્ન થયેલા છે. દરમિયાન તેની પત્નીએ આણંદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા આકાશે મને કહ્યું કે હું આણંદ જઈને આવું છું પરંતુ મેં ના પાડી હતી. ત્યારે આકાશે મારી સાથે ઝઘડો કરી મને અને મારી મમ્મીને મારી નાખવાની ધમકી આપીને તે જતો રહ્યો હતો પોલીસે આકાશ વિજયભાઈ માળી (રહે-સેફરોન બેઝિક, ખોડીયાર નગર)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :