Gujarat

મિત્રએ ચોરી કરી આપેલા સ્કુટર સાથે કારેલીબાગમાં યુવક પકડાયો

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી પોલીસે ચોરીના સ્કૂટર સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મિત્રએ ચોરી કરી આપેલા સ્કુટર સાથે કારેલીબાગમાં યુવક પકડાયો

Vadodara Vehicle Theft : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી પોલીસે ચોરીના સ્કૂટર સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. 

કમાટીબાગ બાલભવનથી બહુચરાજી રોડ તરફ જતા નંબર પ્લેટ વગરના સ્કૂટરને કારેલીબાગ પોલીસે અટકાવતા સ્કૂટર ચાલક પાસે કાગળ મળ્યા ન હતા. પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકનું નામ આરીફ શબ્બીરભાઈ દિવાન (સાઈનાથ નગર,કરોડિયા રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. 

પૂછપરછ દરમિયાન આ સ્કૂટર તેના મિત્ર બીપીન વણઝારાએ દસ દિવસ પહેલાં ગોરવા શાકમાર્કેટ પાસેથી ચોરી કરી તેને આપ્યું હોવાની વિગતો બહાર આવી હતી. જેથી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.