Gujarat
કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત
By GS TEAM
14 Dec 20251 min read
વડોદરા શહેરના છેવાડે કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજ સમારકામ દરમિયાન ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દટાઈ ગયેલા શ્રમિકનું રાત્રે મોત નિપજ્યું હતું.
Summarized by AI; it may make mistakes. Check important info

માટીમાં ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડયો હતો. મૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.