Get The App

રીપ્લાય આપોને પ્લીઝ કોલ કરું! વડોદરાની પરિણીતાને ફેસબુક પર મેસેજ મોકલી હેરાનગતિ

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
રીપ્લાય આપોને પ્લીઝ કોલ કરું! વડોદરાની પરિણીતાને ફેસબુક પર મેસેજ મોકલી હેરાનગતિ 1 - image


Vadodara : વડોદરા નજીક આવેલા એક ગામની પરિણીતાને ફેસબુક ઉપર મેસેન્જર દ્વારા અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરી મેસેજ મોકલીને ફેસબુક પર વોઇસ કોલ કરી હેરાન પરેશાન કરતા વિકૃત મગજના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. 

વડોદરા નજીક આવેલા ગામમાં રહેતી 30 વર્ષની પરિણીતાએ વાસણા કોતરિયા ગામમાં રહેતા ખેલનસિંહ માનસિંહ ગોહિલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્રીઓ છે તેમજ મારા મોબાઈલમાં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકનો ઉપયોગ હું કરું છું. તારીખ 6 મેના રોજ હું તથા મારા પતિ બંને દુકાન પર હતા ત્યારે ફેસબુક મેસેન્જરમાં ફેસબુક આઇડી ખેલનસીહ ગોહિલ ઉપરથી એક મેસેજ આવ્યો હતો. આ ખેલનસિંહને ઓળખતી હતી તેનો મેસેજ જોતા તેને અંગ્રેજીમાં રીપ્લાય આપો પ્લીઝ હું તમને કોલ કરું.. વિગેરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ થોડા સમય પછી ખેલનસિંહે ફેસબુક ઉપર વોઇસ કોલ કરેલ આ વોઇસ કોલ મારા પતિએ રિસીવ કરતા ખેલનસીંહે કટ કરી દીધો હતો. ત્યારબાદ મારા પતિએ ત્રણ વખત કોલ કરતા તેને કટ કરી દીધો હતો એક વર્ષ પહેલા પણ આ ખેલનસિંહ મને મેસેજ કરીને હેરાન કરતો હતો. જેની જાણ મેં મારા પતિ અને સંબંધીઓને કરતા ખેલનસિંહને ઠપકો આપ્યો હતો.

Tags :