મહીના રાયકા દોડકા ખાતે લાઈન જોડવા શટ ડાઉનમાં ફેરફાર થતા હવે તા.5મીએ અડધા વડોદરાને પાણી નહીં મળે
Vadodara Water Shortage : વડોદરા શહેર પૈકી અડધા શહેરીજનોને ગઈ તા.30મીએ પાણી મળવાનું ન હતું. પરંતુ આ કાર્યક્રમમાં થયેલા ફેરફાર અનુસાર આગામી તા. 5 ઓગસ્ટે અડધા વડોદરા શહેરને પીવાનું પાણી નહીં મળે.
ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત ખાતે લાઈન જોડવાના કામ માટે અગાઉ તા.30 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સંજોગવસાત આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે.
જેથી હવે પાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા પાણીના સ્રોત ખાતેથી વડોદરા શહેરમાં પાણી પૂરું પાડતા પાણીની 1354 મીમીની પાઇપ લાઈન જોડવા માટે શટ ડાઉન હવે તા.30, જુલાઈના બદલે આગામી તા.5, ઓગસ્ટે લેવાશે. પરિણામે આગામી તા.5, ઓગસ્ટે શહેરના અડધા ભાગમાં પાણી વિતરણ થઈ શકશે નહીં જેની નોંધ લેવા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.