વડોદરામાં ટીપી પ્લોટો, જમીનો, અકોટા સ્ટેડિયમ નવરાત્રીના આયોજન માટે મેળવી શકશે
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટીપીના પ્લોટો, જમીનો, રસ્તા પૈકીની જગ્યા, અકોટા સ્ટેડિયમ નવરાત્રી મહોત્સવ માટે હંગામી ધોરણે ઉપયોગ કરવા અંગે ઈચ્છુંકોએ પાલિકા કચેરીમાં અરજી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે આગામી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે યુવા હૈયાઓમાં ભારે થનગનાટ હોય છે. આ અંગે શહેરના પાલિકા હસ્તકના ટીપીના પ્લોટો, જમીનો, રસ્તા પૈકીની જગ્યા, તથા કોટા સ્ટેડિયમ ગરબા મહોત્સવ માટે હંગામી ધોરણે આપવાના હોવાથી ગરબા આયોજકો, સંસ્થાઓએ પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશનર વડોદરાના નામે રૂપિયા 2000ની ડિપોઝિટનો રાષ્ટ્રીયકૃત અથવા શિડ્યુલ બેંકના ડિમાન્ડ ડ્રાફ્ટ ફી અરજી સાથે ભરવાની રહેશે. આ અરજીઓ વડોદરા મહાનગર પાલિકાની કચેરીએ આગામી તા.12, ઓગસ્ટ સુધીમાં રૂબરૂમાં આપવી જરૂરી છે. નિયત સમય દરમિયાન આવેલી અરજીઓ અંગે સ્થાયી સમિતિ દ્વારા જે લાખ લાગતો અને શરતોએ મંજૂરી મળશે. આ અંગેની વધુ માહિતી ઓફિસ સમય દરમિયાન સવારે 11થી 4 તેમ આસિ. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.