વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે પાણીની 600 એચએસ ફીડર લાઈન સાથે જોડાણની કામગીરી અંગે આવતીકાલે શુક્રવારે લાલબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોને સાંજનું અને બીજા દિવસે તા. 21મીએ નિયત પાણી આપવાના સમયથી મોડેથી અને ઓછા દબાણથી ઓછો સમય અપાશે.
ઉલ્લેખનીય છે કે પાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે પાણીની 600 મિમી એચ એસ ફીડર લાઈન સાથે જોડાણની કામગીરી આવતીકાલે શુક્રવારે કરવાની છે. જેથી લાલબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં આવતીકાલે તા. 20, શુક્રવારે સાંજનું પાણી અને બીજા દિવસે તા. 21મીએ સવારના પાણી આપવાના સમય કરતા મોડેથી ઓછા પ્રેશર અને ઓછો સમય માટે અપાશે તેમ કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયુ હતું.









