વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમા જે રોડ પર વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો છે, ત્યાં ડ્રેનેજ લાઈનમા પાણીનું પ્રેશર વધવાના કારણે ભૂવા પડી રહ્યા છે . જૂની ડ્રેનેજ લાઈનો ૫૨ પાણીનું પ્રેસ૨ ઓછુ ક૨વામાં આવશે અને જે સ્થળે ભૂવા પડ્યા હતા, ત્યાં ડાયા મિટ૨ના આધારે સર્વે ક૨વામાં આવશે. આની સાથે સાથે પાણી અને ડ્રેનેજ માટે આઈ.આઈ.ટી. રુરકીના સૂચનો લેવામાં આવ્યા છે. આઈ.આઈ.ટી. સાથે આ મુદ્દે કોર્પોરેશન સંકલન કરી રહ્યું છે. શહેરમાં 20 થી 30 વર્ષ પહેલાં જે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી છે, તે લાઈનો જૂની થઈ છે. આ લાઈનો ઉપર બાદમાં રોડ બન્યા છે. રોડ ઉપર લોકોની અવર-જવર અને વાહનોનું ભારણ વધી ગયું છે. જેના કારણે જ્યાં લાઈનો જર્જરીત થઈ છે,ત્યાં પ્રેશર પોઇન્ટ વધ્યા છે, અને તેના કારણે પણ ભૂવા પડી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ છે.
શહેરમાં આવી જે વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો છે, તે રિપ્લેસ કરીને નવી નાખવા, અને જે લાઈનો રોડની વચ્ચે છે તેને રોડની સાઈડમાં ખસેડવાનું કોર્પોરેશનનું આયોજન છે. આ કામગીરી સરકારી અને કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી કરાવવા કોર્પોરેશને વિચાર્યું છે. જ્યાં પણ આવા ભૂવા પડેલા છે, રોડ અને ડ્રેનેજ વિભાગનું સંકલન સાધીને જૂની લાઈનો રિપ્લેસ કરવાની કામગીરી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.








