વડોદરા: તાંદલજા ટાંકી વિસ્તારમાં બુધવારે પાણીકાપ
વડોદરા, તા. 18
વડોદરાની તાંદલજા પાણીની ટાંકી ખાતે વડોદરા કોર્પોરેશન દ્વારા નવી એલટી પેનલ ફિટિંગની કામગીરી હાથ ધરાતા બુધવારે પાણી કાપ મૂકવામાં આવ્યો છે. જેથી અંદાજે 75 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બનશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોર્પોરેશનની તાંદલજા પાણીની ટાંકી ખાતે જુના એલટી પેનલ ના સ્થાને નવી એલટી પેનલ ફીટીંગ ની કામગીરી આવતીકાલે 19 તારીખે બુધવાર ના રોજ હાથ ધરાશે. જેથી તાંદલજા પાણીની ટાંકીમાંથી સાંજના સમયે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. પરિણામે વાસણા રોડ મકરંદ દેસાઈ રોડ સહિતના વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાશે. અને જો કામગીરીમાં વિલંબ થશે તો બીજા દિવસે ગુરુવારે વિલંબથી ,ઓછા સમય માટે અને હળવા દબાણથી વિતરણ કરાશે.