વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. સ્કૂલોમાં પરીક્ષાની મોસમ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં વધુ રોડ રસ્તા ખોદવાની કાર્યવાહી બંધ રાખવાની લોક માંગ છે છતાં પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા સિંધી માર્કેટથી સ્વામિનારાયણ મંદિર સુધી નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી અંગે 20 દિવસ સુધી તબક્કાવાર તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.
હાલમાં સીબીએસસીની પરીક્ષાઓ શરૂ થઈ છે. જ્યારે ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાઓ પણ ટૂંકમાં શરૂ થનારી છે . જ્યારે બીજી બાજુ શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા ખોદી નંખાયા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતી વખતે અટવાઈ જવાની નોબત આવશે. આ અંગે પાલિકા તંત્રની ખાસ વિચારવાની જરૂર છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા સિંધી માર્કેટથી સ્વામિનારાયણ મંદિર સુધી નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા એવી મશીનરી, મજૂરો, કારીગરોની ફેર ફેર તથા કામના મટીરીયલ્સ રાખવાની જગ્યાના ઇરાદે વાસણા સિંધી માર્કેટથી સ્વામિનારાયણ મંદિર સુધીનો રસ્તો કામગીરી પૂરી થાય ત્યાં સુધી સ્વામિનારાયણ મંદિર પાસેના ડિવાઇડરથી સિંધી માર્કેટ વાળા રસ્તે કામની આવશ્યકતા મુજબ તબક્કાવાર તમામ પ્રકારના વાહનો માટે આગામી તા. 10 માર્ચ સુધી બંધ રખાશે. જેના વિકલ્પે કામગીરી સિવાયના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું હતું.









