Gujarat

વડોદરામાં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

By GS TEAM
4 Jul 20252 mins read
TukuTouch Logo
વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતાં દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઈમેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઇનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં એક જ દિવસમાં બે સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

Bomb Blast Threat: વડોદરામાં એક જ દિવસમાં બીજી એક સ્કૂલને પણ બોમ્બની ધમકી મળતાં દોડધામ મચી હતી. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ બનાવના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરામાં એક પછી એક સ્કૂલને બોમ્બની ધમકી મળી રહી છે પરંતુ પોલીસ હજી ધમકીભર્યા ઈમેલ કરનાર સુધી પહોંચી શકી નથી. સમા વિસ્તારની નવરચના તેમજ ગુજરાત રિફાઇનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળી હતી. જેથી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને તપાસ કરતાં કશું જ હાથ લાગ્યું ન હતું.

આ દરમિયાનમાં દિવાળીપુરા વિસ્તારની ડી.આર.અમીન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતાં તાત્કાલિક શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું હતું. વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલે આવી જતાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે સ્કૂલમાં દોડી ગયા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લઈ તપાસ શરુ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ચેન્નઇની આઇટી એન્જિનિયર જોશીલ્ડાની ધમકીભર્યા ઈમેલ મોકલવાને લઈને ધરપકડ કરાઈ હતી. તેમ છતાં ધમકીભર્યા ઈમેલ સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો હતો. 

એક જ દિવસમાં બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે સવારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કશું હાથ લાગ્યું ન હતું. 

વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બની ધમકી મળતાં સ્કૂલ તેમજ વાલીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરામાં સમા વિસ્તારની નવરચના સ્કૂલને એક પછી એક બે વખત તેમજ રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલને બોમ્બની ધમકી મળ્યા બાદ હવે હરણી મોટનાથ રોડ પર આવેલી સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. 

આજે વહેલી સવારે ધમકીનો મેસેજ જોતાં સ્કૂલના વહીવટકર્તાઓએ વાલીઓને ગ્રૂપ મેસેજ કરી તાત્કાલિક બાળકોને લઈ જવા અથવા તો વાન ચાલકોને સ્કૂલે મોકલી આપવા જાણ કરી હતી. બીજી તરફ ડીસીપી પન્ના મોમાયાની ટીમ સ્કૂલમાં આવી ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડની મદદ લઈ સ્કૂલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે મોટા ભાગની તપાસ દરમિયાન કશું જ હાથ લાગ્યું ન હતું.