સેન્ટર સ્કવેર મોલમાં ક્રોમા સ્ટોરમાંથી બે લાખના બે મોબાઈલની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્ક્વેર મોલમાં ક્રોમા સ્ટોરમાંથી રૂપિયા બે લાખના મોબાઇલની ચોરી કરી થઈ હતી. જેથી સ્ટોર મેનેજર એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ગાયત્રી નગરમાં રહેતા સંદિપ સુરેશભાઈ રાજપુતે ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા પાંચ વર્ષથી સેન્ટર સ્ક્વેર મોલમાં ટાટા ક્રોમા સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરૂ છુ. ગત 7 જૂન ના રોજ અમારા શો રૂમ સવારના દસ વાગ્યાના સુમારે શો રૂમમાં સિક્યુરીટી ગાર્ડના માણસોએ ખોલેલ અને શૌ રૂમમાં કામ કરતા તમામ કર્મચારીઓ પોતાની ફરજ ઉપર આવી ગયા પછી સ્ટોર રૂમમાં મુકેલ તમામ ચીજવસ્તુઓ રોજે રોજ મુજબ ગણતરી બે આઈફોન મોબાઇલ જણાઇ આવ્યા ન હતા. જેથી સોનુ માંથી બે મોબાઈલ મળી રૂ. 2.01 લાખની માતાની ચોરી થતા ગોરવા પોલીસને તત્કરોનો ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.








