કાર ભાડે લીધા બાદ ભાડું તેમજ કાર પરત નહીં કરી ફરાર થયેલો ટ્રાવેલ ઓફિસનો સંચાલક ઝડપાયો
Vadodara Police : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ ધરાવતા એક સંચાલકને પોલીસે અઢી વર્ષ પહેલા બનેલા છેતરપિંડીના બનાવવામાં ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ,સયાજીગંજ વિસ્તારમાં જાન્યુઆરી-2023 દરમિયાન એક કાર માલિકની બલેનો કાર ભાડે લીધા બાદ છ મહિના સુધી ભાડું આપી પછીનું ભાડું તેમજ કાર પરત નહીં કરનાર ટ્રાવેલ એજન્ટ સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોહમ્મદ અલ્ફાઝ મહંમદ અનીશ વોરા(અલ્સાદ રેસીડેન્સી, ભાલેજ રોડ આનંદ મૂળ રહે. ધના ની પાર્ક, મેમણ કોલોની પાસે, આજવારોડ વડોદરા) ને ઝડપી પાડ્યો છે.
મહંમદ અલ્ફાઝ સામે અગાઉ પણ વડોદરા તેમજ અમદાવાદમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુના નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.