Get The App

વડોદરા ભરૂચ વચ્ચેનો જાંબુઆ બ્રિજ માથાનો દુખાવો બન્યો, 6 કિ.મી નો જામ

Updated: Aug 27th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરા ભરૂચ વચ્ચેનો જાંબુઆ બ્રિજ માથાનો દુખાવો બન્યો, 6 કિ.મી નો જામ 1 - image


Jambua Bridge Traffic jam :વડોદરા ભરૂચ વચ્ચે જાંબુઆ બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આજે ફરી એકવાર લાંબો જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. 

વડોદરા ભરૂચ વચ્ચેનો માર્ગ સીક્સ લેન થયો છે પરંતુ જાંબુઆ બ્રિજ હજી પણ પહોળો કરાયો નથી. વળી આ બ્રિજ પર ઉંડા ખાડાઓ પડી ગયા છે. જે પુરવાની તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી નથી.

પરિણામે આજે ફરી એકવાર જાંબુઆ બ્રિજ પર 6 કીમી જેટલો ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી ઠવી પડી હતી.લાંબા સમયથી આ સ્થળે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને કેન્દ્રીય મંત્રી પણ ખુદ મુલાકાત લઈ ચૂક્યા છે તેમ છતાં તેનો નિવેડો નહીં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

Tags :