Get The App

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; 'તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો', સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; 'તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો', સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ 1 - image

Navratri 2025 : ગુજરાતમાં વિવિધ જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પંડાલોમાં ખાણી-પીણીના સ્ટોલ રાખવામાં આવતા હોય છે. જેમાં નાના વેપારીઓ આગામી તહેવારો દરમિયાન સરળતાથી વેપાર કરી શકે તે માટે વડોદરામાં વેપારી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં નવરાત્રિ, દુર્ગા પૂજન અને ઓણમ જેવા તહેવારોમાં પંડાલોમાં સ્વદેશી કંપની અને ઉત્પાદન કરતાં વેપારીને સ્ટોલ આપવા અને વિદેશ કંપનીઓને કોઈ સ્થાન ન આપવાની જાહેરાત કરી છે.

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; 'તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો', સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ 2 - image

વડોદરા વેપાર વિકાસ ઍસોસિએશન ચેરમેન અને પ્રમુખે આજે (13 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, 'ગુજરાત બંગાળ સહિત દેશના વિવિધ ભાગોમાં જ્યાં પણ ઉત્સવોની ઉજવણી થતી હોય ત્યાં આયોજકો ફક્ત સ્વદેશી વસ્તુને જ સ્ટોલમાં સ્થાન આપે. તેમજ વિદેશી કંપનીને સ્થાન ન આપવું. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે એ માટે અમે સતત ઓનલાઇન વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છીએ.'

આ પણ વાંચો: ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, CAIT ઇન્ડિયા દ્વારા દિલ્હી ખાતે તારીખ 3 અને 4 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય પદાધિકારીઓની મિટિંગમાં સ્વદેશી જાગરણ અભિયાન શરુ કરવા દેશભરના વેપારી સંગઠનોને આહ્વાન કર્યું હતું. જેને લઈને વડોદરા ખાતે પણ 12 ઑગસ્ટના રોજ 200થી વધુ વેપારી આગેવાનો સ્વદેશી જાગરણ અભિયાનની શરુઆત કરવા ભેગા થયા હતા. આ અંગેના 5000થી વધુ પોસ્ટર દરેક દુકાનોમાં લગાવામાં આવ્યા હતા.