સ્કૂલમાં ઘૂસેલા બુકાનીધારી ચોરો 4.37 લાખ રોકડ ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સીનોર તાલુકામાં આવેલી એક સ્કૂલમાં આવેલા બુકાનીધારી ચોરો આચાર્ય અને એકાઉન્ટન્ટની કેબિનમાંથી રોકડ 4.37 લાખ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
સાધલી ગામે રહેતા યશકુમાર કમલેશભાઈ પંડ્યાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉત્તરાજ રોડ ઉપર આવેલી મનન વિદ્યાલયનું સંચાલન કરું છું આ શાળામાં આચાર્ય તરીકે મારી માતા અર્ચનાબેન છે. તારીખ 16ના રોજ સવારે હું અને મારી માતા સ્કૂલે ગયા ત્યારે ઓફિસનો દરવાજો ખુલ્લો જોયો તેમજ તાળું પણ ન હતું જેથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
એકાઉન્ટન્ટની ઓફિસના કબાટ તેમજ ટેબલના ટેબલના ડ્રોવર ખુલ્લા હતા અને વસ્તુઓ વેરવિખેર જણાઈ હતી. જેમાંથી શિક્ષણ ફી, યુનિફોર્મ, ગાડી ભાડું અને એન્યુઅલ ફંક્શનની રોકડ અઢી લાખ તેમજ મારી માતાની કેબિનમાં મુકેલ 1.20 લાખ રોકડા ચોરી થઈ હોવાનું જણાયું હતું સ્કૂલના ઉપરના માળે આવેલી ઓફિસનું પણ તાળું તૂટેલું હતું આચાર્યની કેબિનમાં મુકેલ એક સીસીટીવી કેમેરામાં ત્રણ બુકાનીધારીઓ શાલ ઓઢીને આવેલા જણાયા હતા અને અંદર તેઓ ચોરી કરતા હતા.








