Gujarat

VGLના ગેસ પંપ ઉપરથી કિંમતી સાધનો ઉઠાવી જનાર ચોર ઝડપાયો

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના કરચિયા નજીક આવેલા સીએનજી પેટ્રોલ પંપ ઉપરથી કીમતી સાધનોની ચોરી કરનાર એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેના સાગરીતની શોધખોળ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VGLના ગેસ પંપ ઉપરથી કિંમતી સાધનો ઉઠાવી જનાર ચોર ઝડપાયો

Vadodara : વડોદરાના કરચિયા નજીક આવેલા સીએનજી પેટ્રોલ પંપ ઉપરથી કીમતી સાધનોની ચોરી કરનાર એક ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેના સાગરીતની શોધખોળ ચાલી રહી છે. 

કોર્પોરેશન અને ગેલ કંપનીની બનેલી સંયુક્ત વિજીએલના ગેસ પંપ ઉપર એક્સપાન્શન માટે મંગાવવામાં આવેલા સાધનો પંપ પાસેના ટોયલેટ નજીક મૂક્યા હતા તે દરમિયાન ટોયલેટના બહાને આવતા બે ચોરો સાધનોના બોક્સ કમ્પાઉન્ડની પાછળ ફેંકી રોજ સાધનો ઉઠાવી જતા હતા. 

બનાવની જાણ થતાં પંપના મેનેજરે પોલીસ ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા કરચિયાના બે યુવક ઓળખાયા હતા. જેથી 2.73 લાખના સાધનોની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે ચોર પૈકી ના બજરંગી ઉર્ફે શહ ખેર ભારતીયાને કરચિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. બજરંગી સામે અગાઉ ચોરીના અડધો ડઝન જેટલા ગુના નોંધાયા હતા.