Get The App

વડોદરા: કોંગ્રેસ ઉપપ્રમુખે રસ્તા પર આળોટીને કિશન હત્યા આ કેસમાં પગલા લેવા આવેદનપત્ર આપ્યું

Updated: Feb 3rd, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા: કોંગ્રેસ ઉપપ્રમુખે રસ્તા પર આળોટીને કિશન હત્યા આ કેસમાં પગલા લેવા આવેદનપત્ર આપ્યું 1 - image

વડોદરા, તા. 03

ધંધુકા ખાતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા મુદ્દે વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખે ઉઘાડા શરીરે માર્ગ ઉપર આળોટી મકરપુરા પોલીસ મથકે પહોંચી આશ્ચર્યજનક કાર્યક્રમ થકી હત્યારા અને કાવતરાખોરોના એન્કાઉન્ટરની માંગ કરી છે.

માંજલપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા મામલે હત્યારા અને કાવતરાખોરોને એન્કાઉન્ટરની માંગ સાથે વડોદરા કોંગ્રેસ ઉપ-પ્રમુખ ની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરમાં વિરોધ

માંજલપુર વિસ્તારમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કોંગ્રેસના ઉપપ્રમુખએ રસ્તા ઉપર આળોટી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન સુધી ઉઘાડા શરીરે આળોટીને તેમણે વિરોધ સાથે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતર આરોપીનું એન્કાઉન્ટર કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.