વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડ, તરસાલીમાં ઠેર ઠેર થયેલા લારી ગલ્લાના હંગામી દબાણો દૂર કરીને પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે શહેરના તમામ આંતરિક અને જાહેર રસ્તા પર ચારે બાજુએ હંગામી દબાણોનો રાફડો ફાટ્યો છે. લારી ગલ્લાના ગેરકાયદે દબાણો થતા રોડ રસ્તા સાંકડા થઈ જવાના કારણે જુદા જુદા વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાવાની ભીતી રહે છે. જ્યારે પગપાળા જનારને રાધારીઓને પણ આવન જાવનમાં ભારે મુશ્કેલી પડે છે.
દરમિયાન પાલિકા તંત્રની દબાણ શાખાએ આજે શહેરના વોર્ડ નંબર 17, 8, અને 11માં ત્રાટકી હતી. જેમાં તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડ વિસ્તારમાં ઠેર ઠેર થયેલા લારી ગલ્લાના હંગામી દબાણો દૂર કરીને તંત્ર દ્વારા ચારેક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને દબાણ થયેલા રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા.









