અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. ૨૦ ડિસેમ્બરે યોજાયેલા પેરા ખેલ મહાકુંભ ૨૦૨૫માં વડોદરાના પેરા તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કરીને શહેરનું નામ રોશન કર્યું ७.
આ સ્પર્ધામાં વડોદરાની પેરા તરવૈયા ગરિમા વ્યાસે ૫૦ મીટર બેકસ્ટ્રોક અને ૫૦ મીટર ફ્રીસ્ટાઈલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ડબલ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી. પેરાપ્લેજિક ખેલાડી ગરિમા વ્યાસ આંતરરાષ્ટ્રીય પેરા તરવૈયા તેમજ રાષ્ટ્રીય રેકોર્ડ ધારક છે અને તેમણે અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
સફળતામાં વધુ ઉમેરો કરતાં કશ્યપ નયન સુર્તિએ ૫૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શહેરની પેરા સ્વિમિંગ ક્ષેત્રની વધતી ક્ષમતાને ઉજાગર કરી હતી. બંને ખેલાડીઓ વડોદરાના રહેવાસી છે અને સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ લઈ રહ્યા છે.


