વડોદરાના સ્વિમર અરુષ લંજેવારની ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી
Vadodara : વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા અરુષ લંજેવાર હવે ટોક્યો ખાતે યોજાનાર ડેફલિમ્પિક્સ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
અરુષ લંજેવાર બટરફ્લાય, ફ્રી સ્ટાઈલ રીલે, મેડલે રીલે જેવી સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સ્પર્ધા ટોક્યો જાપાનમાં 15 થી 26 નવેમ્બર 2025 દરમ્યાન યોજાવવાની છે. અરુષને મુખ્ય કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણ પંડ્યા તરફથી માર્ગદર્શન મળે છે. જ્યારે સુબોધકુમાર અને બિપિનકુમાર તેમનાં ટ્રેનર્સ તરીકે છે. વર્ષના પ્રારંભમાં ત્રિવેન્દ્રમ (કેરળ) ખાતે યોજાયેલી નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2025માં અરુષએ શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા હતા. અરુષ હવે ડેફલિમ્પિક્સના જલક્રીડાના મંચ પર ભારત માટે ગૌરવ મેળવવા તત્પર છે.