ધો.૧૨ સાયન્સમાં વડોદરાના શોન મેકવાનના ૯૯.૯૮ પર્સેન્ટાઈલ
વડોદરાઃ ધો.૧૨ના વિજ્ઞાાન પ્રવાહમાં વડોદરાના વિદ્યાર્થી શોન સત્યમ મેકવાને ૬૫૦માંથી ૬૨૪ માર્કસ સાથે ૯૯.૯૮ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
શહેરના છાણી વિસ્તારમાં રહેતા શોને એક વાતચીતમાં કહ્યું હતું કે, સ્કૂલ-ટયુશન અને ઘરમાં વાંચવાનું મળીને દિવસમાં રોજ ૧૦ થી ૧૫ કલાક પરીક્ષા માટે તૈયારી કરતો હતો.મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે, મારે ગુજરાત બહાર ભણવા નથી જવું.ગુજરાતમાં પણ ઘણી સારી કોલેજો અને યુનિવર્સિટીઓ છે અને એટલે મેં બોર્ડ પરીક્ષા અને ગુજસેટ પર જ ફોકસ કર્યું હતું અને જેઈઈની તૈયારી પર બહું ધ્યાન આપ્યું નહોતું.પરીક્ષાને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ નહીવત કરી દીધો હતો.હવે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગું છે.
ઉલ્લેખનીય છે કે, શોનના પિતા સત્યેન મેકવાન સ્કૂલ શિક્ષક છે અને માતા હોમ મેકર છે.તેણે મેથ્સમાં ૧૦૦માંથી ૯૯, કેમેસ્ટ્રીમાં ૧૦૦માંથી ૧૦૦ અને ફિઝિક્સમાં ૧૦૦માંથી ૯૯ માર્કસ મેળવ્યા છે.