વડોદરાની જીઆ સોલંકીના ૫૮૮ માર્કસ સાથે ૯૯.૯૭ પર્સેન્ટાઈલ
વડોદરાઃ વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી જીઆ વાસુદેવભાઈ સોલંકીએ ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં ૬૦૦માંથી ૫૮૮ માર્કસ સાથે ૯૯.૯૭ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
જીઆના પિતા ડભોઈ તાલુકાની મોટા હબીબપુરાની સ્કૂલમાં આચાર્ય છે અને માતા પ્રાથમિક શિક્ષિકા છે.તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, હું રોજ ત્રણ થી ચાર કલાક વાંચતી હતી.સોશ્યલ મીડિયાનો થોડો ઘણો ઉપયોગ મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે કરી લીધી હતી.સોશ્યલ મીડિયાથી હું સંપૂર્ણપણે દૂર નહોતી રહી પરંતુ ધો.૧૧ અને ૧૨ના અભ્યાસમાં કદાચ હું ફોનનો ઉપયોગ નહીં કરું.હું ભવિષ્યમાં ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર બનવા માગું છું.
ઉલ્લેખનીય છે કે, જીઆએ ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦, સંસ્કૃતમાં ૯૯, સામાજિક વિજ્ઞાાનમાં ૯૮, અંગ્રેજીમાં ૯૬ અને ગુજરાતીમાં ૯૫ માર્ક મેળવ્યા છે.