વડોદરા: મંજુસર જીઆઈડીસીમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 9.36 લાખની કિમતના કોપર રોડની ચોરી કરી ફરાર
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેબલ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 9.36 લાખની કિમતના કોપર રોડની ચોરી કરી ફરાર થઈ ગયાનો બનાવ સાવલી પોલીસ મથકે નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , તસ્કરો કંપનીની બાજુમાં આવેલ ઝાડ ઉપર ચઢીને કંપનીમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
, ગૌરવભાઈ મહેશચંદ ખંડેલવાલ ( રહે - ફોર્ચ્યુન હાઈટસ,મંગલ પાંડે રોડ ,વડોદરા ) ની સાવલી તાલુકાના અલીન્દ્રા જીઆઇડીસીમા ખંડેલવાલ કેબલ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો 187 કિલો કોપર કાપીને રૂપિયા 9,36,936 નો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ,તસ્કરો કંપનીને અડીને આવેલ ઝાડ ઉપર ચડીને કંપનીના શેડ ઉપર આવ્યા હતા. અને શેડના પતરાઉપર લગાવેલ સ્ક્રૂ ખોલીને કંપનીમાં પ્રવેશી ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સાવલી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.