Gujarat

વડોદરાના સંવેદનીલ વિસ્તારમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત, માહોલ તંગ બનતાં પોલીસે પરિસ્થિતિ સંભાળી

By GS TEAM
29 Aug 20252 mins read
TukuTouch Logo
વડોદરાના સંવેદનશીલ ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા ખાતે ગુરૂવારે રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાદ માહોલ તંગ બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સંવેદનીલ વિસ્તારમાં કાર-બાઇક વચ્ચે અકસ્માત, માહોલ તંગ બનતાં પોલીસે પરિસ્થિતિ સંભાળી

Car-Bike Accident in Vadodara: વડોદરાના સંવેદનશીલ ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા ખાતે ગુરૂવારે રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાદ માહોલ તંગ બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી.

મળતી માહિતી મુજબ, દૂધવાળા મોહલ્લા વળાંક પાસેથી બાઈક ચાલક યશ પટણી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કાર ચાલક હોર્ન વગાડતો હોવાથી ઓવરટેકિંગ મામલે બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન લીલી ટીશર્ટ પહેરેલા કાર ચાલક સાથે બે થી ત્રણ વ્યક્તિઓ ઘસી આવી બાઈક ચાલક સાથે ઝપાઝપી કરી હતી. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. 

અત્રે મહત્વનું છે કે, દૂધવાળા મોહલ્લા ખાતે લારી ગલ્લાના દબાણ અને તેની આગળ વાહનોના પાર્કિંગ સાથે મોડી રાત સુધી લોકોનો જમાવડો રહે છે. જેના કારણે રસ્તો સાંકડો બનતા આ પ્રકારના પરિણામ સામે આવે છે. કોર્પોરેશન અને પોલીસ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકી નથી. એસીપી રાઠવાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને આરોપી કાર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. 

ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ થયો છે કે આરોપી શખ્સ લીલા કલરના ટીશર્ટમાં હતો અને અકસ્માત બાદ ઉશ્કેરણીજનક વર્તન કર્યું હતું. પોલીસે હાલમાં આસપાસના સોસાયટી ફૂટેજ પણ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી હકીકતો વધુ સ્પષ્ટ થઈ શકે. શહેરમાં હાલમાં શાંતિ છે પરંતુ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઇ અઘટિત ઘટના ન બને.